Vibrant Gujarat 2024 | થોડીવારમાં PM મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટ 2024નો થશે પ્રારંભ

Vibrant Gujarat 2024 | વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના પ્રસિડેન્ટ, પ્રધાનમંત્રી સહિતના રાજનેતા અને મંત્રીઓ હાજર રહેવાના છે.  સાથે જ 50થી વધુ મહાનુભાવો વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન સમારોહમાં ખાસ હાજર રહેશે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ, દિલીપ સંઘવી, એન. ચંદ્રશેખરન, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલા સહિત દેશની ટોચ કંપનીઓના વડા હાજર રહેશે. જેમાં સેમિકન્ડક્ટર, એયરપોર્ટ, ફાયનાન્સ, બેકિંગ, રિન્યુએબલ, એનર્જી, ગ્રીન હાઈયડ્રોજન જેવા ક્ષેત્રો મોટું રોકાણ થવાની શક્યતા છે. ગિફ્ટ સિટીમાં પણ અનેક ગ્લોબલ લીડર્સ ઉપસ્થિતિ રહેવાના હોવાથી નવું રોકાણ કે તેમની કંપની ઓફિસ શરૂ કરી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola