ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સંભવિત ડમ્પિંગ સાઇટને લઇને ગ્રામજનોનો વિરોધ, જુઓ વીડિયો
ગાંધીનગર મનપાએ પેથાપુર ગામ પાસે ડમ્પીંગ સાઈટ બનાવવા માટે કામગીરી આરંભતા જ ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે પેથાપુર ઉપરાંત પીપળજ, પીંડારડા, મુબારકપુર, અલુવા, લેકાવાડા, નવા ધરમપુર અને દોલારાણાવાસણા ગામના લોકો સંભવિત લેન્ડ ફીલ સાઈટનો વિરોધ કરવા એકઠા થયા હતા. સ્થાનિક ગ્રામજનો પોતાના ગામ નજીક લેન્ડ ફિલ સાઈટ કોઈ કાળે સ્વીકારવા તૈયાર નથી. લેન્ડ ફિલ સાઈટ રદ કરવાનો નિર્ણય ના થાય તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.