ગાંધીનગરમાં ક્યા મતદાન મથકની બહાર કરાઈ તોડફોડ ? જુઓ વીડિયો
ગાંધીનગરમાં સેક્ટર 22 માં પોદાર ઈન્ટરનેશનલ સ્કુલની બાજુના મતદાન મથક પર હોબાળો થયો હતો. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે અચાનક કેટલાક લોકો ગાડીમાં આવ્યા હતા અને ટેબલ ખુરશી લઇ તોડફોડ કરી હતી. બૂથ સેન્સેટિવ હોવા છતા પણ પોલીસનો કોઈ પૂરતો બંદોબસ્ત નહોતો. હાલ આપ પાર્ટી દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી.