દૂધસાગર ડેરીની ચૂંટણીઃ અશોક ચૌધરીની પરિવર્તન પેનલના 10 સભ્યોએ ફોર્મ ભર્યા, જુઓ વીડિયો
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં પરિવર્તન પેનલ અશોક ભાઈ ચૌધરી અને વિપુલભાઇ ચૌધરી પેનલ વચ્ચે સીધો જંગ છે ત્યારે આજે પરિવર્તન પેનલના ૧૦ સભ્યોએ વિસનગર પ્રાંત કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અશોકભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, જે રીતે વિપુલ ભાઈ ચૌધરી અને તેમનાં પેનલ ડેરીમાં વહીવટ કરી ગેરરીતિ કરી છે તેને લઇ દૂધ ઉત્પાદકોમાં રોષ છે અને લોકો પરિવર્તન માંગે છે ત્યારે ડેરીમાં પરિવર્તન જોવા મળશે.