BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

Continues below advertisement

ગુજરાતના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે આજે ખુદ સીઆઇડી ક્રાઇમે મોટા ખુલાસા કર્યા છે. એક મહિના બાદ પકડાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના બીઝેડ ગૃપ અને પૉન્ઝી સ્કીમ અંગે અનેક મોટા ખુલાસા સીઆઇડી સામે કર્યા હતા, આજે સીઆઇડી ક્રાઇમે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી મીડિયા સમક્ષ મુકી હતી. મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ આજે CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ પ્રેસમાં જણાવવામાં આવ્યું કે, “આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.”

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram