Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Continues below advertisement
અલગ અલગ તોડકાંડને લઈ અનેક વખત પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ વિવાદમાં આવ્યા છે. હવે ચોંકાવનારા સમાચાર એક સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની કરતૂતને લઈ અમદાવાદથી મળી રહ્યા છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મી એવા આકાશ પટેલ પર ફોરેન એક્ચેંજનો વેપાર કરનાર કારોબારીએ 50 લાખનો તોડ કર્યાનો આરોપ લગાવ્યો છે. પોતે ક્રાઈમબ્રાંચનો અધિકારી હોવાની ઓળખ આપી વિદેશી નાણાનું લાયસન્સ વગર હેરાફેરી કરતા હોવાની ધમકીઓ આપી વેપારી પાસેથી પાંચ કરોડની માંગણી કરી હતી. જો કે બાદમાં 50 લાખમાં પતાવટ કર્યાનો વેપારીએ આરોપ લગાવ્યો. એટલુ જ નહી વેપારીને ક્રાઈમબ્રાંચની ઓફિસ લઈ જવાના બહાને તેમના ઘરે લઈ જતા સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો. વેપારીની ફરિયાદ આધારે ક્રાઈમબ્રાંચે આકાશ પટેલ સહિત ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
Continues below advertisement