Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદ
Gujarat Rain: આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ (Rain) અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ (Rain)ની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે ગુરુવાર માટે 24 રાજ્યોમાં ભારે વરસાદ (Rain) (Rain)નું એલર્ટ જારી કર્યું છે. આમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, કેરળ સામેલ છે.