Delhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલ
Continues below advertisement
Delhi Airport Roof Collapse | આજે સવારે દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાશાયી થઈ હતી. જેમાં 6 મુસાફરો ઘાયલ થયા હતા. વરસાદના કારણે એરપોર્ટની છત ટર્મિનલ 1 પર એક વાહન પર પડી હતી. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે આ ઘટના શુક્રવારે સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. દિલ્લી ફાયર સર્વિસમાંથી મળતી વિગતો પ્રમાણે, તેમને દિલ્લી એરપોર્ટના ટર્મિનલ 1 પર છત પડી જવા અંગેનો કોલ મળ્યો હતો. ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કરાયા છે. આ અકસ્માત બાદ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. ટર્મિનલ 1 ની છત તુટી જવાની ઘટનાને પગલે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી સેવાઓ સક્રિય થઈ ગઈ હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે હાલમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
Continues below advertisement