Banaskanthan Rape Case: બનાસકાંઠામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચનાર 2 હેવાન સકંજામાં

Continues below advertisement

બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામમાં અપહરણ અને ગેંગરેપ કેસમાં બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા.1 ડિસેમ્બરે સાંજે એક ગામમાંથી બે બહેનો દૂધ ભરાવી અને ખેતર તરફ જતી હતી ત્યારે જ કારમાં આવેલ બે શખ્સોએ એક યુવતીનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ ગુજર્યો હતો. અને બાદમાં યુવતીને ગઢ પંથકમાં મુકીને ફરાર થઈ ગયા હતા. સામુહિક દુષ્કર્મની ઘટના બાદ એલસીબી, એસઓજી અને પેરોફર્લો સહિત અલગ અલગ 10 ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં એલસીબી અને સ્થાનિક પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજના આધારે બંન્ને આરોપીની ધરપકડ કરી છે.

દુષ્કર્મ કરનારા આરોપીઓને ઝડપી લેવા 10 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે 500 જેટલા CCTV કેમેરાની તપાસ કરી હતી. ઉપરાંત હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી હવે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram