Ahmedabad Suicide Case: પોલીસકર્મીની પત્નીએ 7 વર્ષના બાળક સાથે 3 માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી
અમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ સાત વર્ષના બાળક સાથે ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી. નરોડાના હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા વિરાજબેન વાણીયાએ પોતાના સાત વર્ષના બાળક રીધમ સાથે ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક માનસિક બિમાર હતુ. જ્યારે મૃતક વિરાજબેનની માનિક બીમારીની દવા ચાલી રહી હતી. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી હતી. પોલીસની તપાસમાં મૃતકના પતિ મિતેશ વામીયા હાલ હિંમતનગરના ડોગ સ્કવોર્ડમાં ફરજ બજાવે છે.. હાલ તો પોલીસે આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં, અને મોબાઈલ કે આત્મહત્યા પહેલા કોઈ સુસાઈડ નોટ લખી કે મેસેજ કર્યો હોય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે