Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!

Continues below advertisement

 રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ.  ધોધમાર વરસાદને લઇને નદીઓમા નવા નીરની આવક. ધોરાજી ના નાની પરબડી ગામ મા ખબક્યો 3 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે નાની પરબડીની ફુલઝર નદીમા આવ્યું ઘોડાપૂર. ફુલઝર નદી પરનો કોઝ વે પાણીમા થયો ગરકાવ. કોઝવે પરથી વહેતાં ઘસમસ્તા પાણીના પ્રવાહમા બોલેરો ગાડી ફસાઈ. ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે જાનહાની ટળી.

ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હાજરી નોંધાઈ છે. આ વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર નોંધપાત્ર અસર કરી છે. રવિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો. લગભગ પાંચ કલાક સુધી સતત વરસેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. આ પરિસ્થિતિએ નાગરિકોના રોજિંદા જીવન પર ગંભીર અસર કરી હતી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram