બનાસકાંઠાના વાવની સપરેડા કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યુ, જીરાના પાકમાં ફરી વળ્યા પાણી
Continues below advertisement
બનાસકાંઠામાં થરાદની ગઢસીસર કેનાલમાં મંગળવારના 10 ફૂટનું ગાબડુ પડ્યું અને ખેડૂતના જીરાના પાક પર પાણી ફળ્યું. આજે વાવના સપરેડા કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં ભંગાણથી પાણી આસપાસની 15 વીઘા જમીનમાં ફરી વળ્યા હતા. જીરાનું વાવેતર કરાયા હતા તે ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. બીજી તરફ નર્મદા વિભાગની બેદરકારી કેટલી મુશ્કેલી ઊભી કરે છે તેનું આ જીવંત ઉદાહરણ છે.
Continues below advertisement