Sabarkantha: કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, બે દિવસમાં 4 બાળકોના મોત થયાનો દાવો
Continues below advertisement
Sabarkantha: એક તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં ઝાડ,ઉલટી અને તાવના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક નવા રોગે માથું ઉચક્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. જેના કારણે સંક્રમિત થયાના 2 દિવસમાં ચાર બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ વાયરસને લઈને સક્રિય બની છે અને તપાસ પણ શરૂ કરી છે.
કોરોના વાયરસ બાદ ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. આ વાયરસના કારણે 2 દિવસમાં 4 બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના મોત થયા હતા. હાલમાં બાળકોના સેમ્પલ પુના ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ, આ વાયરસના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
Continues below advertisement