પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા ક્યા ચાર ધારાસભ્યોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત?
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના બદલી કેમ્પ યોજવા માંગણી કરવામાં આવી છે. અલગ અલગ ચાર ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ યોજવાની માંગણી કરાઇ હતી. ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા, ગજેંદ્રસિહ પરમાર, રાજેન્દ્રસિંહ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે પત્ર લખ્યો હતો.