
Valsad News: વલસાડના પાંડવકુંડમાં ડૂબી જતાં 4 વિદ્યાર્થીના મોત
Continues below advertisement
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહીયાળ તલાટ ગામ નજીક પાંડવકુંડમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ચાર યુવકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. આ ગોઝારી ઘટનાએ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ ફેલાવી દીધો છે.
મૃત્યુ પામનાર યુવકોની ઓળખ ધનંજય લીલાધર ભોંગરે, આલોક પ્રદીપ શાહ, અનિકેલ સંજીવ સીંગ અને લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી તરીકે થઈ છે. જ્યારે ડૂબતા બચાવ પામેલા વ્યક્તિ રિક્ષાચાલક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીની કેબીએસ કોલેજના આઠ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં સવાર થઈને પાંડવકુંડ ફરવા માટે ગયું હતું. જ્યાં કમનસીબે, નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ અને એક રિક્ષાચાલક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
Continues below advertisement
Tags :
Valsad