
Gujarat Sthanik Swaraj Election Result 2025 : 68 પૈકીની 60 નગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત
Continues below advertisement
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો છે. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો
કુતિયાણા પાલિકામાં ઢેલીબેન ઓડેદરાના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. તેમની તો જીત થઈ પરંતુ ઢેલીબેને કુતિયાણા પાલિકા ગુમાવી છે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો. કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ પાલિકાની ચૂંટણીમાં હારી ગયા હતા. એટલું જ નહીં તેઓ ચોરવાડ પાલિકા પણ જીતાડી ન શક્યા.
Continues below advertisement