Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોત

Continues below advertisement

બાળ મૃત્યુદર: મહેસાણામાં ચિંતાજનક સ્થિતિ

બાળ મૃત્યુદરને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જિલ્લા મહેસાણામાં ખડભળાટ મચી ગયો છે. માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થયા છે, જેના કારણે પ્રશાસન ચિંતામાં મુકાયું છે. નવજાતના મોતના કારણોની આરોગ્ય મંત્રીએ સમીક્ષા કરી છે. સગર્ભા અને નવજાતનો મૃત્યુ દર ઘટ્યો છતાં પણ ચિંતાજનક સ્થિતિ છે, એમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આઠથી નવ જેટલા અગત્યના કારણો એવા છે કે જેના કારણે માતા મૃત્યુ દર થતો હોય છે. કે જે શારીરિક કારણો હોય છે અને એના કારણે બાળમૃત્યુ પણ થતું હોય છે. તેના માટે રાજ્ય સરકારે સગર્ભા માતાઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. જ્યાં મુશ્કેલી વાળી ડિલીવરી છે, એવી તમામ હોસ્પિટલોની અંદર મેડિકલ કોલેજ છે, ડિસ્ટ્રિક્ટ લેવલની જે હોસ્પિટલ છે, એ તમામ હોસ્પિટલોમાં સાત દિવસ પહેલા દાખલ કરી અને સાત દિવસ પછી બાળકના જન્મ પછી એને રજા આપતા હોઈએ છીએ. અને એના માટે પણ આપણે 1500 જેવી રકમ અને 3 જેવી રકમ આપણે આશાવર્કર બહેનોને પણ આપીએ છીએ. જેના કારણે કુપોષણ સિવાયના કારણો સર કોઈ માતાનું મૃત્યુ ન થાય અને બાળ મૃત્યુ પણ ના થાય.

બાળ મૃત્યુદરને લઈને મહેસાણા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે કે બાળા અને માતાના મરણના દરમાં ઘટાડો થયો છે. બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી સફળતા મળી હોવાની વાત આરોગ્ય અધિકારીએ જણાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram