છોટાઉદેપુર: કોરોના સંક્રમણ અટકાવવા બોડેલીના કોસીન્દ્રા ગામમાં આજથી પાંચ દિવસ કરાયું લોકડાઉન
કોરોના મહામારીનો ચેપ ગ્રામ્ય વિસ્તારોમાં ના ફેલાય તે માટે બોડેલી તાલુકા ના કોસીન્દ્રા ગામના સરપંચે ગામ ને પાંચ દિવસ સુધી લોક ડાઉન કરવા નો નિર્ણય લીધો જેને ગામ ના તમામ લોકોએ સમર્થન આપ્યું . ગામના તમામ બજારો આજ થી બંધ રાખવા નો નિર્ણય લેવા માં આવ્યો છે . જોકે દવા અને શાકભાજી ની દુકાન સવાર ના સાત થી દશ સુધી ખુલ્લી રહેશે.