Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

Continues below advertisement

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ એક સાથે પાંચ હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી બે દિવસ રાજ્યમાં વરસશે ભારે વરસાદ..આ આગાહી કરી હવામાન વિભાગે...રાજ્યમાં એક સાથે અત્યારે 5 સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે...વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને ત્રણ ટ્રફ સક્રિય થતા રાજ્યમાં આભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગર સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે તો અમરેલી,ગીરસોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola