Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં

Continues below advertisement

ભારે વરસાદ દરમિયાન સુરત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતરીને નાગરિકોની મદદ અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા. બીજી તરફ SMCના કોર્પોરેટરો કમિટી ચેરમેનોના પદગ્રહણ પ્રસંગે ચેમ્બરોમાં હાજર રહી શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા.

એકબાજુ  સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે..તેમ છતા સુરતના નેતાઓ મોજમાં જોવા મળી રહ્યા છે...નાગરિકોની ચિંતાના સ્થાને SMCમાં ખુરશી સાચવવાનો મોહ જોવા મળ્યો..શહેરમાં વરસાદી આફતની વચ્ચે ચેરમેનોનો પદગ્રહણ સમારોહ યોજાયો.. નાગરિકોની વચ્ચે રહેવાના સ્થાને કોર્પોરેટરો આ સમારોહમાં પહોંચ્યા બુકે લઇને. સુરત શહેર પાણીમાં ગરકાવ છે ત્યારે SMCના કમિટી ચેરમેન બુકે આપવામાં વ્યસ્ત જોવા મળયો...એટલું જ નહીં નગરસેવકો નાસ્તો અને શુભેચ્છાઓની મિજબાનીમાં વ્યસ્ત જોવા મળ્યા. કચેરીમાં ફોટોસેશનનો માહોલ જોવા મળ્યો. જનપ્રતિનિધિઓની સંવેદનહીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola