આ રાજ્યમાંથી ગુજરાત આવતી 50થી વધુ ખાનગી બસો કરાઇ બંધ, જુઓ વીડિયો
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા મહારાષ્ટ્રથી ગુજરાત આવતી 50થી વધુ ખાનગી બસો બંધ કરાવાઇ હતી. મહારાષ્ટ્રમાં સંક્રમણ વધતા સુરત RTOએ આ નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રથી સુરતમાં આવતી બસોમાં દરરોજ 70થી વધુ લોકો કોરોના પોઝિટીવ આવે છે. બસો બંધ કરવાના નિર્ણયથી ખાનગી બસ સંચાલકો નારાજ છે. એપ્રિલ મહિનાનો ટેક્સ માફ કરવાની તેમણે માંગ કરી હતી. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને રુબરુમાં મળીને રજૂઆત કરાશે