Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત

અરવલ્લીનું મોડાસા જ્યાં ગળાદર નજીક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે. નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે ખાબકી, જેમાં એક મહિલા, બે પુરુષ અને એક બાળકીનું મોત થઈ ગયું. શામળાજી મંદિરે દર્શન કરીને પરિવાર પરત ફરતો હતો અને ત્યારે જ ગમખવાર અકસ્માત સર્જાયો. ટીંટોઈ પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  આ તરફ ખેડાના મહુધા નજીક ગમખવાર અકસ્માત. નડિયાદથી મહુધાની વચ્ચે ભૂલી ભવાની નજીક અકસ્માતની ઘટના બની. આઇસર અને રિક્ષા વચ્ચે ટક્કરમાં બે લોકોના મોત થયા. ઘટનામાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. મહુધા પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.  તો સાબરકાંઠામાં પણ અકસ્માતની ઘટના બની. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઉપર કારને અકસ્માત નડ્યો. સેબલિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થઈ ગયા. એકનું ઘટનાસ્થળે જ મોત થયું તો અન્ય એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ ત્યારે સારવાર દરમિયાન મોત થઈ ગયું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola