
Junagadh Corporation Election 2025 : મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, ભાજપની 8 બેઠકો પર જીત
Continues below advertisement
Junagadh Corporation Election 2025 : મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, ભાજપની 8 બેઠકો પર જીત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 60માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ગઈ છે. વોર્ડ નંબર ત્રણ અને 14 ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું. વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપભાઈએ ભાજપને સમર્થન આપ્યું છે. આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો. ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર 14ની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. એક વોર્ડ નંબર 12 માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે. એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની નીતિરીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનહરીફ થયા છે.
Continues below advertisement