Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માળિયા હાટીનામાં 3 ઇંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ માળિયા હાટીનામાં 3 ઇંચ પડ્યો. આ તરફ જેતપુરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધુરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો. કુકાવાવમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ ગણદેવી અમીરગઢમાં પણ 2 ઇંચ વરસાદ થયો છે. જ્યારે કે કુકરમુંડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢના માંગરોળ પણ વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં પણ દોઢ ઇંચ વરસાદ અને સુરત શહેરમાં પણ ગત 24 કલાક દરમિયાન દોઢ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. તેની સાથે જામકંડોરણામાં સવા ઇંચ વરસાદ રાણાવાઉવ ઉપલેટામાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કે અંકલેશ્વર, પાદરા, સોનગઢ અને લોધિકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે અને તેની સાથે ભરૂચમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો. પોરબંદરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. કોટડા સાંગાણીમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો. નિઝર, કેશોદ અને ધોરાજીમાં સાથે સાથે વાલિયા અને કલ્યાણપુરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.