Gujarat Rain | દશેરાના દિવસે ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલ

Continues below advertisement

Gujarat Rain | દશેરાના દિવસે ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલ

સુરત શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. વેસુ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ભગવાન મહાવીર કોલેજની પાસે ભરાયેલા પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાય ગયા છે.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ધૂધમાર વરસાદ પડ્યો છે. સવારથી ડાકોરમાં વાદળ છાયું વાતાવરણ હતું. બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદને લઈ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. ડાકોરની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. કેટલીક દુકાનોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. મંદિરના મુખ્ય દ્વાર પાસે પાણી ભરાતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે. માળિયાહાટીના શહેર અને તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. માળિયાહાટીના શહેરના મહારાણા પ્રતાપ ચોક, કેશોદ રોડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો તાલુકાના આંબેચા, ગલોદર સહિતના ગામોમાં વરસાદ સતત વરસી રહ્યો છે. વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. હવામાન વિભાગે આજે અને આવતી કાલે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. કેશોદ શહેરમાં પણ સમી સાંજે વરસાદ પડ્યો છે. કેશોદના નવદુર્ગા ચોક, માંગરોલ રોડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અમરેલી શહેર અને આસપાસના ગામોમાં ધૂધમાર વરસાદ પડ્યો છે. સવારથી જ અમરેલીમાં બાદળછાયું વાતાવરણ હતું. સમી સાંજે ધૂધમાર વરસાદ વરસ્યો. અમરેલી શહેરની બજારોમાં બરસાદી પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લામાં સતત વરસતા વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. જામનગરના કાલાવાડ નીકાવામાં વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. જો કે દક્ષિણ ગુજરાતમાં હજુ ચોમાસાએ વિદાય નથી લીધી. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 139% વરસાદ વરસી ચૂક્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram