Valsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સોળસુંબા ગામના કૃષ્ણા નગરમાં આવેલી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ૩૦૪ નંબરના ફ્લેટમાં પતિ, પત્ની અને તેમના બે વર્ષીય બાળક મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિએ બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી હતી, ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આ ભયાનક પગલું ભરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola