Swaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમ

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ.દ્વારકાધીશ વિશે બફાટ કરતા ભારે આક્રોશ. યસુરતમાં આહિર સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામીનો કર્યો વિરોધ  પુના વિસ્તારની સંસ્કારધામ સોસાયટીના રહીશોએ આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ સાથે વિરોધ કર્યો..સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલા આ જ નિવેદનને સાંસદ પરિમલ નથવાણીએ દુઃખદ ગણાવી. સાથે જ આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ કે મને લાગે છે કે એ લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી.. આ મુદ્દે ધારાસભ્ય પબુભા માણેકે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે એમના દિવસો પુરા થવા લાગ્યા છે. આ સંસ્થામાં પૈસા વધી ગયા છે તેનું આ અભિમાન છે. પબુભા માણેકે તો ત્યા સુધી કહી દીધુ કે આ લોકોને સનાતન ધર્મ વિશે ખબર જ નથી. દ્વારકાધીશ વિશે અનાપશનાપ બકવાસ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર મોગલધામ કબરાઉના મહંત રોષે ભરાયા. બફાટ કરનાર સ્વામીને શંકરાચાર્ય પાસે માફી માગવાની માગ કરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola