Surendranagar: આ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, આગ લાગવા પાછળ શું હતું કારણ?
સુરેન્દ્રનગર(Surendranagar)ના જોરાવરનગર(Joravarnagar)માં સોમનાથ કોમ્પલેક્ષમાં ભીષણ આગની ઘટના બની છે. શહેરના મુખ્ય વિસ્તારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે. કચરાના ઢગમાં દિવાસળી કે સળગતી સિગરેટથી આગ લાગી હોવાની આશંકા છે.