Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું
Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું
દમણ થી દિવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે એ પહેલા જ ખરાબ હવામાન માં અટવાયું હતુ. આથી હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલોટની સુરક્ષા ને લઈ હેલિકોપ્ટરને દીવ થી દમણ પરત લવાયું હતું .બનાવની વિગત મુજબ દમણથી દીવ સુધી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસ ચાલે છે. અહીંથી હેલિકોપ્ટરમાં યાત્રીઓને હેલીકોપ્ટર દીવ લઈ જવામાં આવે છે. આજે પણ દમણ થી દિવ જવા માટે હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું હતું .દમણ થી દીવ પહોચતા 45 મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે. પરંતુ દીવ પહોંચે એ પહેલા જ હેલિકોપ્ટર ખરાબ હવામાન માં અટવાઈ ગયું હતું. આકાશમાં કાળા ડિબાગ વાદળો અને વરસાદને કારણે હેલિકોપ્ટર દીવ લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિ નહીં હતી, આથી દીવ માં હેલિકોપ્ટરમાં ને લેન્ડ કરવામાં જોખમ સર્જાય તેમ હતું, હેલિકોપ્ટરમાં ચાર યાત્રીઓ અને બે પાયલટ સવાર હતા. આથી તમામની સલામતી ને લઈ હેલિકોપ્ટરના ને ખરાબ હવામાનમાં દીવ લઈ જઈને લેન્ડ કરાવવાને બદલે મુસાફરો સહિત હેલિકોપ્ટરને પરત દમણ લવાયું હતું .આમ આકાશમાં કાળા ડિંબાગ વાદળો અને ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાઈ જતા અંદર સવાર મુસાફરોના પણ જીવ તાળવે ચોટ્યા હતા. જોકે હેલિકોપ્ટરના પાયલોટ એ યાત્રીઓ ને હિંમત આપી હતી અને સલામત રીતે તેમને દમણ એરપોર્ટ પર ઉતારવા ઉતારવામાં આવ્યા હતા. આમ ખરાબ હવામાનમાં ફસાયા બાદ પણ દમણ પરત કરેલા યાત્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી... જોકે દમણમાં અને દીવમાં પણ અત્યારે વરસાદી માહોલ છે. આથી હવામાન સ્વચ્છ થાય ત્યાં સુધી દમણથી દિવની હેલિકોપ્ટર સેવા ની ફલાઇટો કેન્સલ કરવામાં આવી છે