Junagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલો
Continues below advertisement
Junagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલો
જૂનાગઢ જિલ્લાના નરેડી ગામના વાડી વિસ્તારનો બનાવ બન્યો છે. પશુપાલક પર સિંહણે કર્યો હુમલો. બાવનભાઈ રબારી નામના પશુ પાલક પર સિંહણે કર્યો હુમલો . હુમલામાં પશુ પાલકને પડખામાં અને હોઠ પર થઇ ઇજા . પશુ પાલકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. થોડા સમય પહેલા નરેડી ગામ વાડી વિસ્તારમાં પશુ પાલક અને વન કર્મી પર સિંહણે હુમલો કર્યાનો બનાવ બનેલ છે. હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ છે. વન વિભાગ દ્વારા નરેડી વાડી વિસ્તારમાં પૂર્વેથી પાંજરું ગોઠવી દેવાયેલ હતું. નોંધનીય છે કે, અનેકવાર વન્યજીવના હુમલાના બનાવ સામે આવતાં હોય છે. હવે સિંહણે હુમલો કરતા આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Continues below advertisement