
Valsad news : વલસાડ પાલિકાની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, પાલિકાને અપાયેલા અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ
વલસાડ પાલિકામાં નવા આવેલા અને જૂના થઈ ગયેલા વાહનો હાલ અલગ-અલગ જગ્યાએ સડી રહ્યા છે. ગાંધીનગરથી અલગ-અલગ હેડમાંથી સાધનો અને વાહનો તો મોકલી આપે છે પણ પાલિકા પાસે પૂરતું મહેકમ જ ન હોવાથી વાહનો એમ જ સડી રહ્યા છે. જૂના થયેલા વાહનોનો સમયસર નિકાલ ન થતા તે પણ સડી રહ્યા વલસાડ પાલિકામાં નવા આવેલા અને જૂના થઈ ગયેલા વાહનો હાલ અલગ-અલગ જગ્યાએ સડી રહ્યા છે. ગાંધીનગરથી અલગ-અલગ હેડમાંથી સાધનો અને વાહનો તો મોકલી આપે છે પણ પાલિકા પાસે પૂરતું મહેકમ જ ન હોવાથી વાહનો એમ જ સડી રહ્યા છે. જૂના થયેલા વાહનોનો સમયસર નિકાલ ન થતા તે પણ સડી રહ્યા છે. વલસાડ પાલિકાને સરકાર તરફથી સૂકો અને લીલો કચરાના અલગ-અલગ બોક્સ સાથેના 9 છોટાહાથી આપ્યા હતાં. તો ચાર ટ્રેકટર, ચાર ટ્રેલર અને બે શીવરજેટ જેટિંગ મશીન આપ્યા હતાં... આ તમામ ઉપયોગ વિના જ હાલ સડી રહ્યા છે. તો કચરામાંથી ખાતર બનાવવા માટેના બે મશીનો છે તે પણ બંધ હાલતમાં છે. આ ઉપરાંત ચાર હોડીઓ પણ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સરકારે પાલિકાને કરોડો રૂપિયાના ખર્ચે સાધનો તો ફાળવી દીધા પણ યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે સાધનો વણવપરાયેલા સડી રહ્યા છે. વલસાડ પાલિકાને સરકાર તરફથી સૂકો અને લીલો કચરાના અલગ-અલગ બોક્સ સાથેના 9 છોટાહાથી આપ્યા હતાં. તો ચાર ટ્રેકટર, ચાર ટ્રેલર અને બે શીવરજેટ જેટિંગ મશીન આપ્યા હતાં. આ તમામ ઉપયોગ વિના જ હાલ સડી રહ્યા છે. તો કચરામાંથી ખાતર બનાવવા માટેના બે મશીનો છે તે પણ બંધ હાલતમાં છે. આ ઉપરાંત ચાર હોડીઓ પણ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે... સરકારે પાલિકાને કરોડો રૂપિયાના ખર્ચે સાધનો તો ફાળવી દીધા પણ યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે સાધનો વણવપરાયેલા સડી રહ્યા છે.