નવસારીના ચીખલી નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોને સામાન્ય ઇજા

નવસારીમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર ખાનગી લકઝરી બસને  અકસ્માત નડ્યો છે. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લકઝરી બસ અથડાઈ હતી. બસના ક્લીનર અને એક બાળકી સહિત ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola