
Mahisagar Teacher Death : પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતાં શિક્ષકનું મોત
Continues below advertisement
Mahisagar Teacher Death : પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતાં શિક્ષકનું મોત
મહીસાગર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતાં શિક્ષકનું અકસ્માતમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. બાબલીયા બોરવાઈ રોડ પર બની અકસ્માતની ઘટના. અકસ્માતમાં શિક્ષકનું મોત નિપજ્યું છે. બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર શિક્ષકનું મોત નીપજ્યું છે. નવા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઘરેથી શાળામાં જતા રસ્તામાં નડ્યો અકસ્માત.
નોંધનીય છે કે, આજે શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોવાથી શિક્ષક રાજેશભાઈ પોતાનું બાઇક લઈને સ્કૂલે જઈ રહ્યા હતા. દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં રાજેશભાઈનું મોત નીપજતાં સ્કૂલમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં માતમ છવાયો હતો. જુઓ સંપૂર્ણ અહેવાલ.
Continues below advertisement