મોરબીમાં યુવકની હત્યા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

મોરબીના ત્રાજપર ચોકડી પાસે મોડી રાતે એક યુવાનની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી આ વ્યક્તિની હત્યા કરી દીધી છે, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકની હત્યાને લઈ પરિવારમાં ભારે રોષ છે અને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આરોપીની ધરપકડ બાદ જ સ્વીકારવાની વાત કરી  હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola