AAJ No Muddo : આજનો મુદ્દો : ઓનલાઈન ગેમિંગ કરશે બરબાદ

ઇન્ટરનેટ લિંક, વેબસાઇટ કે મોબાઇલ ઍપથી ગેમ રમી પૈસા દાવ પર લગાવવામાં આવે છે,જેને  ઑનલાઇન ગૅમ્બલિંગ કે ઑનલાઇન જુગાર કહે છે. અને આ જ ઓનલાઈન જુગારના કારણે કોઈ ચોરીના રવાડે ચડે છે, તો કોઈ જીવ ગુમાવે છે.  ત્યારે આજનો મુદ્દો છે.. ઓનલાઈન ગેમિંગ કરશે બરબાદ.

ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યા તો ગુમાવવું પડશે. આ એટલા માટે કારણ કે વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં ચોરી કરતા ઝડપાયા. વાત છે. અમદાવાદની. જ્યાં કલાપીનગરની શુભમ્ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજની ઓફિસમાં 8 લાખની ચોરી થઈ.. અને આ ચોરી કરી 45 હજારની પગારદાર વાઇસ પ્રિન્સિપાલ સૂચિ રોયે. કારણ હતું ઓનલાઈન પોકર ગેમમાં ગુમાવ્યા હતા લાખો રુપિયા. નર્સિંગ કોલેજમાં જ વાઈસ પ્રિન્સિપાલે બુરખો પહેરીને પોતાની જ નોકરીની જગ્યાએ એટલે કે કોલેજમાં 8 લાખની ચોરી કરી. જેના સીસીટીવીના આધઆરે પોલીસે તપાસ કરી. આ માટે ડોગ સ્કોવોર્ડની મદદ લીધી.. અને તપાસ સમયે સ્નીફર ડોગ આરોપી સૂચિ રોય સામે જોઈ સતત ભસ્યા કરતા પોલીસને શંકા ગઈ, પૂછપરછમાં ભાંડો ફૂટયો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola