Aaj No Muddo : આ આતંક ક્યારે અટકશે?

Aaj No Muddo : આ આતંક ક્યારે અટકશે?

પોરબંદરનું કોટડા ગામ જ્યાં મજૂરીકામ કરતા એક પરિવારના બે માસના બાળક પર શ્વાને હુમલો કર્યો અને તેનું માથુ ફાડી ખાધુ..જેનાથી બાળકનું મોત થયું.. દિલ્લીના સુલતાનપુરમાં હાલમાં એક છ વર્ષની બાળકીનું શ્વાન કરડવાને કારણે મોત નિપજ્યું.. આવી અનેક ઘટનાઓ રાજ્યમાં અને દેશમાં રોજેરોજ બની રહી છે. 


રખડતા શ્વાનની સમસ્યા એટલી ગંભીર બની ચુકી છે કે ખુદ સુપ્રિમ કોર્ટે સુઓમોટો કરી.. સુપ્રિમ કોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે એક સમાચારના અહેવાલના આધારે દેશભરમાં શ્વાન કરડવાના અને હડકવાના કેસના આંકડા ટાંકીને કહ્યું હતું કે આ એક ચિંતાજનક અને ચેતવણીરૂપ સમસ્યા છે. આ આંકડાઓને ગંભીરતાથી લઈને સુપ્રિમકોર્ટે સુઓમોટો કરી.. 


હાલમાંજ મત્સ્ય અને પશુપાલન રાજ્યમંત્રી એસ.પી. બઘેલે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વર્ષ 2024માં દેશમાં કૂતરા કરડવાના 37 લાખ 17 હજાર 336 કેસ નોંધાયા છે. જ્યારે હડકવાના કારણે 54 લોકોના મોત નિપજ્યા છે. 5 લાખથી વધુ કેસ 15 વર્ષથી નાના બાળકો છે. દેશમાં દર કલાકે 60 બાળકોને કૂતરૂ કરડવાની ઘટના બને છે. વિશ્વમાં હડકવાને કારણે જે મૃત્યુ થાય છે તેમાં 36 ટકા માત્ર ભારતમાં થાય છે. દર વર્ષે 18 થી 20 હજાર લોકો હડકવાને કારણે મૃત્યુ પામે છે. વિદેશીઓ પણ આ સમસ્યાને કારણે ભારત આવતા ડરે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola