Amreli Congress Protest: પ્રતાપ દૂધાતે કેમ સાવરકુંડલા પાલિકાને આપી તાળાબંધીની ચિમકી? જુઓ અહેવાલ
અમરેલીના સાવરકુંડલામાં રોડ રસ્તા અને ગટર સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસના આખેવાનોએ વિરોધ નોંધાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સહિત કોંગ્રેસના નેતાઓ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ પહોંચ્યા અભિષેક કરી સૂત્રોચાર કર્યા અને બાદમાં શહેરમાં રોડ રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે શહેરમાં રસ્તા બિસ્માર છે. ગટર વારંવાર અનેક સોસાયટીમાં ઉભરાઈ રહી છે અને આવનારા દિવસોમાં ટેક્સ પર વ્યાજનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો પાલિકાની તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે. પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે, હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માગુું છું કે એકબાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે. 18 ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા. આ ટેક્સિસ માફ નહી થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનોને લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરી નગરપાલિકાની તાળાબંધી કરવામાં આવશે છે.