AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?

વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીએ સંભાળ્યો ચાર્જ. આ પ્રસંગે પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભામાં કૉંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી સહિતના કૉંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા.પોતાની ચેમ્બરમાં પૂજા-અર્ચના કરીને તુષાર ચૌધરીએ વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તરીકેનો પદભાર સંભાળ્યો. પદભાર સંભાળતા તુષાર ચૌધરીએ આગામી ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સો વધારતા કહ્યું કે આપાણા સારા દિવસો હવે દૂર નથી એવુ મને લાગે છે. આપણું લક્ષ્ય વર્ષ 2027માં કૉંગ્રેસની સરકાર બનાવવાનું છે.. એટલુ જ નહીં. રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા તુષાર ચૌધરીએ કહ્યું કે વિધાનસભામાં અમે ભલે 12 છીએ, પણ 200નો ભારે પડીએ એવા છીએ.. સાથે જ તક્ષશિલાકાંડ, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણીકાંડ સહિતના મુદ્દે તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા.. સંબંધોને શર્મિંદા કરતી ઘટનાઓ આપણા ગુજરાતમાં બની. વલસાડનો રેલવે કોલોની વિસ્તારમાં એક બાળકી સાથે આચરાયું દુષ્કર્મ. આરોપી છે બાળકીનો જ સાવકો પિતા. નરાધમ સાવકો પિતા બાળકીને ખુલ્લા પ્લોટમાં લઈ જઈ દુષ્કર્મ આચરી રહ્યો હતો. એક વ્યક્તિ જોઈ જતાં પોલીસને જાણ કરી અને નરાધમને દબોચી લેવાયો. બાળકીની માતા પતિથી અલગ થઈ આ નરાધમ સાથે રહેતી હતી. દિકરીને સમાજની ખરાબ નજરથી બચાવવાના બદલે સાવકા પિતાએ દિકરી જેવી સગીરા પર જ નજર બગાડી. અન્ય એક ઘટના બની સુરતમાં. કાપોદ્રામાં પરણિતા પર ગેંગરેપ અને તેની હત્યાનો થયો પ્રયાસ. આરોપી પરણિતાનો જ પતિ અને તેના મિત્રો.. આરોપી પતિ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો. જેલમાંથી છૂટ્યા બાદ ઘરે આવી આરોપી પતિએ તેની પત્નીને ઢોર માર માર્યો.. બાદમાં મિત્રો સાથે મળી પત્ની પર જ સામુહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ...એટલું જ નહીં પત્નીને માર મારી તાપી નદીમાં નાખી દીધી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પત્નીની ફરિયાદ બાદ આરોપી પતિ સહિત 4 આરોપીની કરાઈ ધરપકડ.  આરોપી પતિ સામે અગાઉ 26 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આવી જ એક ઘટના બની સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં...ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના. 42 વર્ષના શિક્ષકે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાની નેંધાઈ ફરિયાદ. દિલ્હીનો શિક્ષક આવ્યો સુરત. અભ્યાસ કરાવવાના બહાને સગીરાના ઘરે જઈને દુષ્કર્મ કર્યાની નોંધાઈ ફરીયાદ. પોલીસે નરાધમ શિક્ષકની સામે કાર્યવાહી કરી શરૂ.. આવી ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે. અને એટલે જ સવાલ ઉભો થાય છે કે કેમ સંબંધોની મર્યાદા તૂટી રહી છે ?મોટા ભાગે આવા કિસ્સામાં કોઈ જાણીતા જ હોય છે જે દિકરીઓની આબરૂ લૂંટતા વિચાર પણ નથી કરતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola