કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાના બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમના નિવેદનના આધારે કોંગ્રેસને ઘેરી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી પૂછી રહ્યા છે કે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની હતા તેના પુરાવા શું છે ? તેઓ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ? તેઓ કોના માટે બોલી રહ્યા છે ? અમે કહેવા માંગીએ છીએ કે ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા. અમારી પાસે તેના નક્કર પુરાવા છે. આ લોકો પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.
અમિત શાહે કહ્યું કે, ગઈકાલે આ દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા શું છે. ચિદમ્બરમ સાહેબ શું કહેવા માંગે છે. હું ચિદમ્બરમ સાહેબને કહેવા માંગુ છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે ત્રણમાંથી બેના મતદાર નંબર પણ છે. આ રાઈફલ્સ અને ચોકલેટ પણ પાકિસ્તાની તેમની પાસેથી મળી આવી હતી. આખી દુનિયાની સામે, આ દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે. તેઓ પાકિસ્તાની ન હતા એમ કહીને, ચિદમ્બરમ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે અમે પાકિસ્તાન પર હુમલો કેમ કર્યો. જો ચિદમ્બરમને પ્રશ્નો પૂછવા જ હોય તો તેમણે મને પૂછવું જોઈએ. પાકિસ્તાનને બચાવવાનું કાવતરું રચ્યું છે.