પ્રફુલ પટેલને સંઘ પ્રદેશના પ્રશાસક પદ પરથી હટાવવા અભિનવ ડેલકરની માંગ, જુઓ વીડિયો
પ્રફૂલ પટેલને સંઘ પ્રદેશના પ્રશાસક પદ પરથી હટાવવા અભિનવ ડેલકરે માંગ કરી હતી. સીઆર પાટીલ સાથે બેઠક કર્યા બાદ અભિનવ ડેલકરે ગંભીર આરોપ લગાવ્યા અને પ્રફૂલ પટેલ અને સંઘપ્રદેશના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. 13 દિવસ બાદ પણ મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરવી પડી તેને લઈને સસ્પેંસ યથાવત છે. કહ્યું કે તમામ દસ્તાવેજોની તપાસ કરી તપાસ એજન્સી સમક્ષ મુકીશું. મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરવી પડી તેના પરથી હજુ સુધી પરદો નથી ઉઠ્યો. મોહન ડેલકર મજબૂત મનોબળના નેતા હતા. તેઓ આત્મહત્યા ન કરી શકે. મોહન ડેલકર ક્યારે કોઈ પણ સ્થિતિમાં તૂટતા નહોતા. તેમનો સંઘપ્રદેશ પર દબદબો હતો.