ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન
કેમિકલ ઉદ્યોગ.......1 હજાર કરોડથી પણ વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઝ......જેનો વિશ્વના જાપાન,અમેરિકા,ફ્રાંસ,સ્વિટ્ઝર્લેટ સહિત 25થી વધુ દેશો સાથે વેપાર......આ બધું જ શક્ય કર્યું મહિલા ઉદ્યોગકાર અસાહી સોંગવોન કલર્સ લિમિટેડ,અક્ષરકેમ ઈન્ડિયા લિમિટેડ સહિત ચાર કંપનીઝના ચેરપર્સન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી પારુ જયક્રિષ્નએ....આજથી અંદાજે સાડા ત્રણ દાયકા પહેલા,જે સમયે મહિલાઓનું એકલા ઘરની બહાર નીકળવું પણ મોટી વાત હતી,એ સમયમાં પારુ જયક્રિષ્નએ એવો ઉદ્યોગ શરૂ કર્યો જેમાં કદાચ જ કોઈ મહિલા ઉદ્યોગકાર હોય..84 વર્ષની ઉંમરે પણ તેમના નેતૃત્વમાં હાલ ચાર કંપનીઝ દેશ-વિદેશમાં વેપાર કરી રહી છે.....પારુબેન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એક માત્ર અને પહેલા મહિલા પ્રેસિડેંટ રહી ચૂક્યા છે....અમદાવાદના જુના મોટેરા સ્ટેડિયમ બનાવવામાં ,ડે ટુ ડે સુપર વિઝનથી લઈને તમામ કામગીરીમાં જોતરાઈને પારુબેને તેમના પતિના સહયોગથી માત્ર આઠ મહિના,10 દિવસમાં તૈયાર કરી બતાવ્યું...તેઓ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ., ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હાઉસ કોર્પોરેશન અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI)માં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે...ગુજરાત સરકારે પણ તેમના યોગદાન બદલ પારુબેનને સન્માનિ કર્યા.....એબીપી અસ્મિતા પારુબેન જયક્રિષ્નને સન્માનિત કરી ગૌરવ અનુભવી રહ્યું છે....