ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સાહિત્ય ક્ષેત્રે રાજેંદ્ર શુક્લનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સાહિત્ય ક્ષેત્રે રાજેંદ્ર શુક્લનું સન્માન
પ્રખ્યાત ગુજરાતી કવિ,ગઝલકાર અને સાહિત્યના ઋષિકવિ.....રાજેંદ્રભાઈ શુક્લ....જૂનાગઢના બાંટવા ગામમાં જન્મેલા રાજેંદ્રભાઈની પહેલી કવિતા 1962માં 'કુમાર'માં પ્રકાશિત થઈ,ત્યારે તેમની ઉમર હતી માત્ર 20 વર્ષ....સાડા છ દાયકાથી તેઓ ગુજરાતી સાહિત્યને એક બાદ એક પેઢી સુધી પહોંચાડી રહ્યા છે.......સોરઠ અને ગરવા ગિરનાર સાથે જોડાયેલી તેમની ભાવના તેમના લેખનમાં પણ ઝળકે.....રાજેન્દ્રભાઈએ પ્રારંભિક શિક્ષણ બાંટવા અને ઉચ્ચ શિક્ષણ રૂપે અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી બી.એ. (૧૯૬૫) અને એમ.એ. (૧૯૬૭)ની ડિગ્રી મેળવી.....તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોમલ રિષભ’ (૧૯૭૦)થી લઈને ‘અંતરગાંધાર’ (૧૯૮૧) અને ‘ગઝલ સંહિતા’ (૨૦૦૫) જેવી રચનાઓમાં અધ્યાત્મ, સંસ્કૃતિ અને માનવીય લાગણીઓનું સુંદર સંપાદન જોવા મળે.....“મનને સમજાવો નહીં, એ ખુદ સમજતું હોય છે” -આવી સાહિત્યિક સહજતા થકી તેમણે ગુજરાતી સાહ્તિયને બનાવ્યું વધુ સમૃદ્ધ....તેમણે રચેલા સાહિત્યને અત્યારસુધીમાં ‘કવિ શ્રી ન્હાનાલાલ’ અને ‘ઉમા-સ્નેહરશ્મિ’ પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર ,નરસિંહ મહેતા એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મળ્યા છે....સાહિત્ય ક્ષેત્રે રાજેંદ્રભાઈ શુક્લના યોગદાનને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરીને એબીપી અસ્મિતા ગર્વ અનુભવી રહ્યું છે....