ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: મનોરંજન ક્ષેત્રે સિદ્ધાર્થ રાંદેરિયાનું સન્માન

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: મનોરંજન ક્ષેત્રે સિદ્ધાર્થ રાંદેરિયાનું સન્માન

દેશભરમાં જે સમયે રંગમંચો ભુલાઈ રહ્યા હતા....એમાંય ગુજરાતી રંગમંચનો કપરો કાળ હતો...એ સમયે ગુજરાતી રંગમંચમાં પ્રાણ ફૂક્યા હોય...તો એ છે ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું અને તેની આખી સિરીઝ.....જે માત્ર ગુજરાતના જ નહીં,પણ દેશ અને વિદેશના ગુજરાતીઓના દિલોદિમાગ પર છવાઈ ગઈ....આ સિરિઝના  વિશ્વભરમાં નાટકોના 12 હજારથી પણ વધુ લાઈવ શોનો રેકોર્ડ જેના નામે છે એવા આપણા ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા........નાટકોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતા સિદ્ધાર્થભાઈએ ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ,ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ,નટ સમ્રાટ,ચાલ જીવી લઈએ જેવી કલ્ટ ફિલ્મ્સમાં,તો બોલિવુડની ખલનાયક,સત્યપ્રેમ કી કથા જેવી ફિલ્મ્સમાં પણ અભિનય કરી ગુજરાતનું નામ ઝળહળતું કર્યું...મનોરંજન ક્ષેત્રે સિદ્ધાર્થભાઈ રાંદેરિયાના યોગદાન બદલ તેમને અસ્મિતા સન્માન પુરસ્કારથી પુરસ્કૃત કરીએ....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola