Ananad Accident: આણંદની તારાપુર ચોકડીએ ટેન્કરે ચાર કાર, ચાર રીક્ષાને મારી ટક્કર, ઘટના CCTVમાં કેદ
Ananad Accident: આણંદની તારાપુર ચોકડીએ ટેન્કરે ચાર કાર, ચાર રીક્ષાને મારી ટક્કર, ઘટના CCTVમાં કેદ
નિત્યક્રમ મુજબ રોડ પર થઈ રહી છે વાહનોની અવર-જવર. ઓચિંતા જ આવે છે એક ટેન્કર અને સર્જાય છે અકસ્માતની હારમાળા. CCTVમાં કેદ આ દ્રશ્યો છે આણંદની તારાપુર મોટી ચોકડીના. અહીં લક્ષ્મી વિલાસ હોટલના પાર્કિંગ નજીક વાહનો પાર્ક છે ત્યારે જ આવી રહેલા એક ટેન્કરની બ્રેક ફેઈલ થતા પ્રથમાં એક બાદ એક એમ ચાર કાર અને ત્યાંથી આગળ ચાર રિક્ષાને મારે છે ટક્કર. સદનસીબે ટેન્કરની સ્પીડ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના પગલે કાર ચાલક અને રીક્ષા ચાલકોએ ટેન્કર ચાલક વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી છે વધુ તપાસ.
Tags :
Ananad Accident