Devayat Khavad Controversy : લોકકલાકાર દેવાયત ખવડને મેઘરાજસિંહ ગોહિલ નામના શખ્સનો ખુલ્લો પડકાર

 લોક કલાકાર દેવાયત ખવડ પર થયેલા હુમલા બાદ ગીર-સોમનાથના મેઘરાજસિંહ ગોહિલ નામના એક યુવકે વીડિયો દ્વારા ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે. મેઘરાજસિંહ ગોહિલે ધમકી આપી છે કે જો ખવડ ફરીથી હુમલો કરશે તો તેઓ તેને ઘરમાં ઘૂસીને મારશે. આ પડકારથી સોશિયલ મીડિયા પર વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. બીજી તરફ, કાઠી-ક્ષત્રિય સમાજે દેવાયત ખવડના સમર્થનમાં એક પત્ર જારી કરીને દાવો કર્યો છે કે ખવડ પર કિન્નાખોરીથી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને હુમલામાં તેની કોઈ સંડોવણી નથી.

દેવાયત ખવડ અને મેઘરાજસિંહ ગોહિલ વચ્ચે સનાથલ ડાયરા બાદ શરૂ થયેલો વિવાદ વધુ ગરમાયો છે. તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા બાદ મેઘરાજસિંહ ગોહિલે વીડિયો દ્વારા દેવાયત ખવડને પડકાર ફેંક્યો છે. વીડિયોમાં મેઘરાજસિંહે આરોપ લગાવ્યો છે કે 15 થી 20 લોકોએ મળીને 20 વર્ષના યુવક પર હુમલો કર્યો છે અને હિંમત હોય તો સામે છાતીએ આવવા પડકાર આપ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી બાજુ, કાઠી-ક્ષત્રિય સમાજે એક પત્ર જારી કરીને દેવાયત ખવડને સમર્થન આપ્યું છે અને દાવો કર્યો છે કે તેમના પર ખોટું કાવતરું રચવામાં આવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola