Diwali 2024 : દિવાળીના તહેવારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો, અમદાવાદમાં 629 અકસ્માત
Continues below advertisement
દિવાળીના તહેવારમાં માર્ગ અકસ્માતોમાં વધારો થયો છે. દિવાળીના તહેવારમાં વધુ પડતી વાહનોની અવરજવરને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. રાજ્યમાં 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન માર્ગ અકસ્માતના કુલ 3436 બનાવો બન્યા, જેમાં ઈજાગ્રસ્તોને ઈમર્જન્સી સેવા 108 ની મદદથી સારવાર આપવામાં આવી હતી.
અમદાવાદમાં સૌથી વધુ 629 અકસ્માતોની ઘટના બની. છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં 410, વડોદરામાં 243, અને રાજકોટમાં 202 વાહન અકસ્માતની ઘટના બની. દિવાળીના તહેવારમાં સહપરિવાર સાથે લોકો બહાર ગામ જતા હોય છે, ત્યારે સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માતના બનાવ વધારે બનતા હોય છે.
પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં મોત પામેલા તમામ લોકોએ જ પરિવારના છે.
Continues below advertisement