ગીર સોમનાથ- ભાવનગર હાઇવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવકનો ગયો જીવ

આ દશ્યો છે સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવે ના જ્યા કોડીનાર ના માલગામ નજીક ગત 26 એપ્રિલે રાત્રે  મનસુખ ઝહમદ સોલંકી નામનો યુવાન દીવ થી કોડીનાર તરફ આવી રહ્યો હતો તે સમયે તેનું હાઇવે પર મોત થયું છે.આ યુવાન સાથે અન્ય એક કિશોર પણ સવાર હતો..ગીર ગઢડા ના સોનપરા ગામના યુવાન મનસુખ ભાઈ ના મોત બાદ પરિવાર જનો એ આરોપ લગાવ્યો છે કે હાઇવે પર ની લાપરવાહી ના કારને યુવાન નું મોત નીપજ્યું છે.પરિજનોના જણાવ્યા મુજબ ફોરટેક હાઇવે નું કામ ચાલી રહ્યું છે અને હાઇવે ની વચ્ચે માટી નો ઢગલો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં બેરીકેટ કે અન્ય ચિહ્નન ન રખાયા હોવાના કારણે યુવાન આ માટી ના ઢગલા પર બાઇક ચડી જતા ઉછલી ને પટકાયો અને મોત ને ભેટ્યો જેના જવાબદાર હાઇવે અધિકારી અને કોન્ટ્રાકટર છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola