ડાંગ જિલ્લાનો પણ આજે સ્થાપના દિન, જુઓ વીડિયો
Dang : આજે 1 મે ગુજરાત સ્થપાના દિવસ સાથે ડાંગનો પણ સ્થાપના દિવસ હે.1960 માં મહારાષ્ટ્રથી ગુજરાત જુદુ પડ્યું ત્યારે ડાંગ જિલ્લાને માહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યો હતો. જોકે ડાંગના તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ડાંગ જિલાને ગુજરાતમાં રાખવા લડત ચલાવી હતી અને સંઘર્ષ બાદ ડાંગને ગુજરાતનો હિસ્સો બનવવામાં આવ્યો હતો. જેના કારણે આજે ગુજરાતના પ્રવાસન સ્થળમાં સૌથી લોકપ્રિય એવુ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ આજે ગુજરાતની શાન બન્યું છે.
માહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે તત્કાલિન કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર-ગુજરાત અને મુંબઈ એમ ત્રણ હિસ્સાના સમર્થનમા હતી. જેને કારણે મરાઠી ભાષીઓને એવું લાગતું હતું કે, ગુજરાતીઓને કારણે મુંબઇને મહારાષ્ટ્રમાંથી છીનવી લેવાશે. જેને કારણે ઊભી થયેલી ગેરમાન્યતાને કારણે સંઘર્ષ ઉગ્ર બન્યો હતો.
આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન પેચિદો બન્યો હતો. ડાંગની પ્રજાની બોલી 'મરાઠી' જેવી હતી. ડાંગના લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ મહારાષ્ટ્રીયન લોકોને મળતો આવતો હતો. જેને કારણે ભારે ખેંચતાણ વચ્ચે, પહેલા ડાંગ અને પછી સાપુતારાને ગુજરાત સાથે રાખવા માટે તે સમયના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
વર્ષ 1956ની મહાગુજરાત ચળવળ અને ડાંગ સાથેના ગુજરાત રાજ્યના સ્વપ્નદૃષ્ટા એવા ડાંગ સ્વરાજ આશ્રમના નાયક બંધુઓ તથા તેમના નિષ્ઠાવાન કાર્યકરોની ધારદાર રજૂઆત અને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની દિલ્હી ખાતેની શ્રેણીબદ્ધ રૂબરૂ મુલાકાત બાદ ડાંગ સાથેના ગુજરાતની 1 મે 1960ના રોજ સ્થાપના થઈ.