નિવૃત્ત કલેકટર સામે પંચમહાલના જ અધિક કલેકટર દ્વારા ફરીયાદ નોંધાવતા હડકંપ, જુઓ વીડિયો
પંચમહાલ જિલ્લાના પૂર્વ નિવૃત્ત કલેકટર એસ.કે.લાંગા સામે પંચમહાલ ના જ અધિક કલેકટર દ્વારા ફરીયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે. સત્તાનો દુર ઉપયોગ કરી પાણીદાર ભૂમાફિયાઓ એવાં બોગસ ખેડૂતોને સાચા ખેડૂત બતાવી આર્થિક લાભ અપાયા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા વર્ષ 2017-18 સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાની ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.