Kutch: ખડીરના રણમાં મહિલા પોલીસકર્મીએ માનવતા મહેકાવી, જુઓ વીડિયો
કચ્છના રાપરમાં વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમા તાજેતરમાં ખડીરના ધોળાવીરા થી 10 કિ.મી દૂર આવેલા ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. નવા ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે. એક 86 વર્ષના વૃધ્ધ માજી પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થતાં એ પણ ચાલી નિકળ્યા અડધા ડુંગર ચડતા ચક્કર આવીને પડી ગયા અને ત્યાં આજુબાજુ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે બેભાન થઈ ગયા હતા. આ વખતે બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમારને ખબર પડતાં પાણી લઈ ને 5 કિ.મી દોડતા ત્યાં પહોંચી ને 86 વર્ષ ના વૃધ્ધ માજીને પ્રાથમિક સારવાર આપી પાણી પીવડાવીને અને મોઢા પર પાણી છાંટી એમને કથા સ્થળ પર 5 કિ.મી તેમના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતાં. 86 વર્ષના વૃધ્ધ માજીનો જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા સુરક્ષા અને શાંતિને હકિકત માં સાર્થક કરીને બતાવ્યું છે.